દુઃખ ન હોવું.. એટલે સુખી હોવું.. એવું નથી હોતું...


 એક તરફ ‘પ્લસ’ એટલે સુખની ડીગ્રીઓ છે.. ને બીજી તરફ ‘માઈનસ’ એટલે દુઃખની ડીગ્રીઓ હોય છે.. બંને ડીગ્રીઓની વચ્ચે ‘ઝીરો’ આવે છે. આ ‘ઝીરો’ એટલે એકદમ તટસ્થ.. ન તો એમ કહી શકાય કે દુઃખી છું.. ન તો એમ કહી શકાય કે સુખી છું.

‘ઝીરો’ પર ઉભેલા માણસની માનસિકતા આ બંને ડીગ્રીઓ તરફ ઝોક લીધા કરતી હોય છે... એક જ નાનો વિચાર દુઃખ તરફ લઇ જાય, એક જ નાની ઘટના સુખ તરફ પણ લઇ જાય.. પણ અંતે એ વિચાર કે ઘટના એટલી સબળ ન હોય કે ‘ઝીરો’ પર સ્થાયી થઈને બેઠેલા માણસને કોઇપણ એક દિશા તરફ લઇ જઈ શકે... મતલબ ‘ઝીરો’ પર સ્થાયી થઈને બેઠેલા માનવીના જીવનમાં બધું સીધી લીટીમાં ચાલતું હોય છે.. અને સાવ સીધી લાઈન હોય એ ઈ.સી.જી.ની ભાષામાં ડેડ (નિર્જીવ) કહેવાય.. ધીસ સિચ્યુએશન ઇઝ કોલ્ડ ડેડલાઈફ.⁠⁠⁠⁠ દુઃખ ન હોવું.. એટલે સુખી હોવું.. એવું નથી હોતું...

એક તરફ ‘પ્લસ’ એટલે સુખની ડીગ્રીઓ છે.. ને બીજી તરફ ‘માઈનસ’ એટલે દુઃખની ડીગ્રીઓ હોય છે.. બંને ડીગ્રીઓની વચ્ચે ‘ઝીરો’ આવે છે. આ ‘ઝીરો’ એટલે એકદમ તટસ્થ.. ન તો એમ કહી શકાય કે દુઃખી છું.. ન તો એમ કહી શકાય કે સુખી છું.

‘ઝીરો’ પર ઉભેલા માણસની માનસિકતા આ બંને ડીગ્રીઓ તરફ ઝોક લીધા કરતી હોય છે... એક જ નાનો વિચાર દુઃખ તરફ લઇ જાય, એક જ નાની ઘટના સુખ તરફ પણ લઇ જાય.. પણ અંતે એ વિચાર કે ઘટના એટલી સબળ ન હોય કે ‘ઝીરો’ પર સ્થાયી થઈને બેઠેલા માણસને કોઇપણ એક દિશા તરફ લઇ જઈ શકે... મતલબ ‘ઝીરો’ પર સ્થાયી થઈને બેઠેલા માનવીના જીવનમાં બધું સીધી લીટીમાં ચાલતું હોય છે.. અને સાવ સીધી લાઈન હોય એ ઈ.સી.જી.ની ભાષામાં ડેડ (નિર્જીવ) કહેવાય.. ધીસ સિચ્યુએશન ઇઝ કોલ્ડ ડેડલાઈફ....

Comments